વડીલ વંદના રથ
જામનગરમાં ૭૦ કે તેથી વધુ ઉપરના જલારામ મંદિર હાપા દ્વારા સન્માનિત ૧૦૫૮ વડીલોને ક્રમ અનુસાર ૩ (ત્રણ) ઇકો ગાડીમાં દરરરોજ ૨૫ જેટલા વડીલોને તેમના નિવાસ સ્થાનેથી લઇ જામનગરના મુખ્ય મંદિરોના દર્શન કરાવી જલારામ મંદિર હાપા ખાતે કે જ્યાં અધતન સુવિધાસભર એ.સી. હોલ, આરામ માટે પલંગ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, ત્યાં જલારામબાપાની પ્રસાદી રૂપે બપોરનું ભોજન લીધા બાદ હોલમાં આરામ તેમજ ધાર્મિક પુસ્તકો ટી.વી.માં ધાર્મિક ચેનલો જોવાની વ્યવસ્થા છે. બોપરના આરામ કારયા પછી દરેક વડીલોને જલારામબાપાની પ્રસાદી રૂપે ચા પીવડાવ્યા પછી તેમના ઘેર સુધી ઇકોમાં બેસાડી પહોંચાડવાની વ્યવસ્થા છે. જેને “વડીલ વંદના રથ” નામ આપવામાં આવેલ છે.