આરોગ્યલક્ષી કાર્યક્રમો

હાપા જલારામ મંદિરે છેલ્લા ૨૫ વર્ષથી શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા ટ્રસ્ટ તરફથી હસ્તે સુરેશભાઈ દત્તાણી દ્વારા નિયમિત સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવે છે. આંખના નિદાન કેમ્પનું આયોજન કરી વેલાકિન્સ ઓપટિકલ્સના સહયોગથી જરૂરિયાતમંદોને નિ:શુલ્ક ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે.
સ્વ.વિઠ્ઠલદાસ નેણસીભાઈ દત્તાણી (વાડીનાર વાળા) ના સ્મરણાર્થે મહિનામાં એક દર્દીને આંખના મોતિયાનું ઓપરેસન હર્ષભાઈ મોદી તરફથી કરાવી આપવામાં આવે છે.
સ્વ. જગદીશભાઈ ગોકળદાસ ઠક્કરના સ્મરણાર્થે મહિનામાં એક દર્દીને આંખના મોતિયાનું ઓપરેસન દર્શનભાઈ ઠક્કર તરફથી કરાવી આપવામાં આવે છે.

કિડની ડાયાલીસીસ સહાય

સ્વ. બકુલભાઈ રસીકલાલ ચતવાણી ના સ્મરણાર્થે ૧૭/૮/૨૦૧૪ થી મહિનામાં આઠ દર્દીઓને કિડની ડાયાલીસીસ સહાય આપવામાં આવે છે.

રાહતદરે સારવાર

ભારતની સુપ્રસિદ્ધ નારાયણા સુપર સ્પેશ્યાલીસ્ટ હદયાલય હોસ્પિટલ,અમદાવાદ ખાતે જરૂરિયાત વાળા દર્દીઓને રાહતદરે સારવાર આપવામાં આવે છે. તેમજ પરેશભાઈ રૂપારેલ (નીતા વોલ્વોવાળા ) તરફથી નારાયણા હદયાલય હોસ્પિટલ, અમદાવાદના મુસાફરી વિનામૂલ્યે કરવામાં આવે છે.