સંસ્થાને મળેલ એવોર્ડ

સૌપ્રથમ ૭*૭ ફુટનો વિશ્વવિક્રમી રોટલો બનાવી ગિનીશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી જામનગરને ગૌરવ આપેલ છે.
જામનગર શહેરનું સુપ્રસિદ્ધ અખબાર “નોબત” પરિવાર દ્વારા “નોબત” સાંધ્ય દૈનિક અખબારને ૫૦ વર્ષ પૂર્ણ થતા તેના ભાગ રૂપે જામનગરની અગ્રગણ્ય સામાજીક, સેવાકીય તેમજ લોક ઉપયોગી પ્રવૃતિઓ કરતી સંસ્થાઓનું સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે શ્રી જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન્ક્ષેત્ર હોલ – હાપા દ્વારા થતી પ્રવૃતિઓનું સન્માન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંસ્થાના સંયોજક શ્રી રમેશભાઈ દત્તાણીનું સન્માન સર્ટીફીકેટથી કરવામાં આવેલ.
શ્રી પ્રભુદાસ ખીમજી કોટેચા અન્ન્ક્ષેત્ર ૧૯૯૮ થી અવિરત કાયમી ધોરણે ચાલતા અન્ન્ક્ષેત્રમાં બપોરે ૧૨-૦૦ થી ૨-૦૦ અને સાંજે ૭-૦૦ થી ૯-૦૦ જલારામબાપાના પ્રસાદરૂપ નિ:શુલ્ક ભોજન આપવામાં આવે છે. જેનો સારી સંખ્યામાં લાભ લે છે.